Plot No. 901/B, GIDC Estate, Ankleshwar. Dist. Bharuch - 02
vsanskardeep@gmail.com
02646 255435

Our Facilities

શાળાની ભૌતિક સુવિધા

૨૨૨૪ સ્ક્વેર મીટર વિસ્તારમાં બાંધકામ સાથે  પ્રાકૃતિક વાતાવરણમાં આવેલું શાળાનું મકાન પ્રથમ નજરે જ સૌને ગમી જાય તેવું છે. વૃક્ષોની હરિયાળી રંગબેરંગી ફૂલો, લૉન વગેરેને કારણે બાળકો પ્રકૃતિનું સાંનિધ્ય માણી શકે છે.

 

વર્ગખંડ

હવાઉજાશવાળો, બુલેટિનબોર્ડ, સ્પીકર,સુંદર ભીંતચિત્રો તથા કલરફુલ ફર્નિચરોથી સુશોભિત વર્ગખંડ જેમાં ૫૦વિદ્યાર્થીઓ મોકળાશથી બેસી શકે તેવી સુવિધાઓ છે.

 

 

પ્રાર્થના ખંડ/ પ્રવૃતિખંડ

લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓ બેસી શકે તેવા વિશાળ ખંડમાં  એ.સી. સ્ટેજ , માઇક,લાઇટ ,પંખાની સુવિધા છે. L.C.D. કે O.H.P દ્વારા અભ્યાસ કરાવવો હોય તો ડાર્કરૂમ બનાવી શકાય તે માટે પડદા ની પણ વ્યવસ્થા છે. 

 

પુસ્તકાલય

વિવિધ વિષયોને આવરી લેતા તેમજ નાનાથી મોટા સૌને ઉપયોગી થાય તેવી વાર્તા, નવલિકા , નવલકથા, પ્રવાસવર્ણનો , જીવનચરિત્રો , બૌધ્ધિક્ રમતોને લગતા પુસ્તકો , ભગવદગોમંડળ , વિશ્વકોશ ,શબ્દકોશ તેમજ અન્ય માહિતી વિષયક લગભગ ત્રણેક હજાર જેટલા પુસ્તકોથી સમૃદ્ધ લાઇબ્રેરી અદ્યતન ફર્નિચરથી સુસજ્જ છે. અહીં ૫૦ વિદ્યાર્થીઓ એકી સાથે બેસીને પુસ્તકોનો અભ્યાસ કરી શકે છે. જેટલા શૈક્ષણિક સામાયિકોનો પણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપયોગ કરે છે અને પોતાના જ્ઞાનને સમૃદ્ધ બનાવે છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ માટે જોઇતી માહિતી અહીંથી મેળવે છે. શાળામાં આવતા સામાયીકો તથા સમાચાર પત્રોના ચૂંટેલા લેખો બુલેટીન બોર્ડ પર મુકાય છે. અહીંની ખાસ વાત નોંધનીય છે કે શાળાના વિદ્યાર્થીઓ પોતાના જન્મદિને ચોકલેટને બદલે એક નાની પુસ્તિકા શાળાને ભેંટ આપે છે. જે અલગ કબાટમાં મૂકવામાં આવ્યા છે.આજ સુધી આવા પુસ્તકોની સંખ્યા ૫૪૦૦જેટલી થઇ છે.

 

ભોજન ખંડ

પુર્વ પ્રાથમિક તથા ધો. 1 થી ૩ ના બાળકો માટે સમૂહમાં નાસ્તો કરી શકે તે રીતે રસોડાની નજીક ભોજન ખંડ આવેલ છે જેમાં પ્લેટફોર્મ તથા વોશબેસીન ની સુવિધા છે.

 

 

દ્રશ્ય શ્રાવ્ય રૂમ

વિદ્યાર્થીઓ પઠ્યપુસ્તકની સાથે સાથે પાઠ કે વિષયો આધારિત ડોક્યુમેન્ટરી કે ફિલ્મ દ્વારા વિષયને વધુ સારી રીતે સમજી શકે તે માટે દીવાલ પર વિશાળ પડદા પર ફિલ્મ, સ્લાઇડ કે અન્ય શૈ. સીડી જોવાની વ્યવસ્થા છે જેમાં એક સાથે ૫૦ વિદ્યાર્થીઓ બેસી શકે છે.

 

કોમ્પ્યુટર ખંડ

વિદ્યાર્થીઓ એક સાથે બેસીને કોમ્પ્યૂટર નું શિક્ષણ મેળવી શકે તેવી એ.સી. સહિતની અદ્યતન સુવિધા ધરાવતા કોમ્પ્યૂટર ખંડમાં ધોરણ ૩ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે.અહીં કોમ્પ્યૂટરની સાથે સાથે બુલેટીન બોર્ડ વગેરેની પૂરતી સુવીધા છે.

વિજ્ઞાન ખંડ(પ્રયોગ શાળા)

રસાયણ વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન તથા જીવ વિજ્ઞાનનાં અભ્યાસ માટે અદ્યતન સાધનોથી સુસજ્જ લેબોરેટરીમાં વિદ્યાર્થીઓ પ્રયોગ દ્વારા અભ્યાસ કરી શકે તેવી સુવિધા છે.દીવાલ પર જરૂરી ચિત્રો તથા વૈજ્ઞાનિકોના ફોટોગ્રાફ મુકેલા છે. પ્રાથમિક અને માધ્યમિક બન્ને વિભાગના વિદ્યાર્થીઓ અહીં આવી પ્રયોગિક કાર્ય દ્વારા વિષયનામુદ્દાને સરળતાથી સમજી શકે છે.

 

ચિત્રકલા ખંડ

૫૦ વિદ્યાર્થીઓ આરામથી બેસી પોતાની કૃતિ તૈયાર કરી શકે તેવી સુવિધા ધરાવતા વિશાળ ખંડમાંદીવાલ સાઇઝનું મોટું બુલેટીન બોર્ડ મૂકેલું છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા ચિત્રો મૂકવામાં આવે છે. જેનાથી સૌ વિદ્યાર્થીઓને પ્રેરણા  મળે છે. ચિત્ર કાર્યમાં વાપરવા માટે તેમજ સફાઇ કાર્ય માટે પાણીની સુવિધા વર્ગખંડમાંજ કરવામાં આવેલી છે.

સંગીત ખંડ

હાર્મોનિયમ, તબલા, કોંગા, ઢોલ, મંજીરા, સંતુર, સિતાર, વાયોલિન વગેરે સાધનોથી સુસજ્જ ખંડમાં વિદ્યાર્થીઓ સંગીતના સાત સૂરોનો અભ્યાસ કરી પોતાના કૌશલ્યને ખીલવે છે. 

જીવન કૌશલ્ય ખંડ

આ ખંડમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ બેસીને જીવન લક્ષી કૌશલ્યો ખીલવવાં અંગેની વિવિધ પ્રવૃતિઓ કરી શકે તેવી સુવિધા છે.  

સુભશ્રી પિગમેંટ એસ્ટ્રોનોમી એજ્યુકેશન સેંટર

સુભશ્રી પિગમેંટના સૌજન્યથી બનાવાયેલ  અધ્યતન પ્લેનેટોરિયમમાં  એક વર્ગના વિદ્યાર્થીઓ  બેસીને આકાશ દર્શન  કરે છે અને પોતાના જ્ઞાનની સીમા વધારે છે.

રામોલીયા ક્રિએટીવ લર્નિંગ સેન્ટર (Stem Lab )

શાળામાં અત્યાધુનિક સ્ટેમ લેબ છે.જેમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એંજિયરીંગ અને ગણિત એ ચાર વિષય આધારિત પ્રયોગશાળા છે. અહી વિદ્યાર્થીઓ પોતાની બુધ્ધિ અને કૌશલ્યોનો વિકાસ કરી સંશોધનવૃત્તિ કેળવે છે.

કિચન કમપોસ્ટ વેસ્ટ

જી.આઇ.ડી.સી વસાહતમાં ઘરમાંથી નીકળતો કિચન વેસ્ટ ગમે ત્યાં નાખવામાં ન આવે અને પ્રદૂષણ ન ફેલાય તે આશયથી સિદ્ધાર્થ ઈન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ શાળાને 9 જુલાઈ 2024 ના રોજ અર્પણ કરવામાં આવ્યો.જેનું ઉદઘાટન સિદ્ધાર્થ ઈન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર ચંદુભાઈ કોલડિયા દ્વારા કરવામાં આવ્યું. બાળકોને કિચન વેસ્ટ માંથી ખાતર કેવી રીતે બનાવવાનું તે શીખવવામાં આવે છે અને બાળકો ઘરેથી કિચન વેસ્ટ શાળામાં લઈ આવે છે અને બાળકોને સામે કમ્પોસ્ટ ખાતર આપવામાં આવે છે અને એ ખાતર બાળકો ઘરના ફૂલછોડના કૂંડામાં ઉપયોગ કરે છે અને બીજા ખાતર ને શાળાના બગીચામાં ઉપયોગ કરવામાં આવે છે.

સોલાર

કે.પટેલ .ગ્રુપ ઓફ કંપની દ્વારા 40 કેવી સોલાર ઇલેક્ટ્રિસિટી પાવર પ્લાન્ટ શાળાને આપવામાં આવ્યો. જેનું ઉદઘાટન 9 જુલાઈ 2024 ના રોજ કે પટેલ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જીતુભાઈ પટેલ અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું.