શ્રી ડી.એ. આણંદપુરાના અવસાન બાદ ટ્ર્સ્ટી મંડળમાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપવા અર્થે શ્રીમતી સાન્દ્રા શ્રોફ, શ્રીમતી રમાબેન પટેલ, શ્રીમતી ગીતાબેન શ્રીવત્સન, ,શ્રી ભારતીબેન એમ. વેકરીયા, શ્રી સરલાબેન કે. ભુવાને ટ્ર્સ્ટમાં કો-ઓપ્ટ કરવા આવ્યા. ઉપરાંત શ્રી એમ. આર.બજાજ અને જોસેફ કુરીયને સ્વેચ્છાએ રાજીનામું આપતાં તથા શ્રી એમ.જે. પટેલ અને શ્રી બકુલભાઈ પટેલના અવસાનના કારણે ખાલી પડેલ જગ્યા પર શ્રી મેઘજીભાઈ પટેલ અને હિતેન આણંદપુરા ને કો.ઓપ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ અંકલેશ્વર ઈંડસ્ટ્રીઝ એસોસિયેશનના વધુમાં વધુ ૧૦ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓના એક્સ ઓફીસીઓ નિમણુક ના નિર્ણય મુજબ અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રતિનીધી તરીકે શ્રી અતુલભાઈ.બી.બુચ, શ્રી ચતુરભાઇ પી. પટેલ,શ્રી પ્રબોધભાઇ બી. પટેલ, શ્રી ચંદુભાઈ એમ. કોઠીયા, શ્રી વિપુલભાઈ ગજેરા, શ્રી ચંદ્રેશભાઈ એ. દેવાણી, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી રમેશભાઈ ગાબાણી,તેમજ સંસ્થાના વિકાસમાં મહત્વનું આર્થિક યોગદાન આપનાર શ્રી નીલેશભાઈ જી. પટેલે તથા શ્રી ભુપતભાઈ રામોલીયાને કો.ઓપ્ટ કરવામાં આવ્યા.
ટ્રસ્ટી મંડળમાં હાલ ૨ કાયમી સદસ્ય,એસોસિયેશનના ૩ પદાધિકારીઓ તથા એસોસિયેશનના ૯ ભૂતપૂર્વ પ્રમુખો એકસ ઓફીસીઓ તરીકે અને બીજા ૧૦ કો.ઓપ્ટ સદસ્યો છે..