વર્ષ ૧૯૯૧ ના જુન માં ટ્રસ્ટ દ્વારા શરુ કરવામા આવેલી શાળાનું નામ સંસ્કારદીપ શાળા રાખવામાં આવ્યુ. જી.આઇ.ડી.સી દ્વારા ફાળવાયેલ આર.બી.એલ પ્રકારના મકાનમાં શરૂ કરવામાં આવેલી આ શાળાને પોતાના મકાનની જરૂરિયાત ઊભી થતા જી.આઇ.ડી.સી ને વિનંતી કરતા જી.આઇ.ડી.સી દ્વારા ૧૯૯૨ થી ૧૯૯૬ સુધીમાં ૧૪૦૦૦ ચો.મીટર જ્ગ્યા ફાળવવા માં આવી. યુનાઈટેડ ફૉસ્ફરસ લિમિટેડ તથા લોક ફાળા દ્વારા માતબર દાન મળતા વર્ષ ૧૯૯૩ માં જમીનપર ખાત મુહુર્ત કરી મકાન બાધકામ શરૂ કર્યુ. વર્ષ ૧૯૯૪માં પ્રથમ ચરણનું કાર્ય પૂર્ણ કરી શાળાને જી.આઈ.ડી.સી.ના ક્વાટર્સમાંથી નવા મકાનમાં સ્થળાંતર કરવામાં આવી. વર્ગખંડ ઓછા હોવાના કારણે શાળા બે પાળીમાં ચલાવવામાં આવતી હતી. ટ્રસ્ટી મંડળે ઉત્તમ શિક્ષણ માટે શાળાને એક પાળીમાં ચલાવવાં માટે બીજા ચરણનું બાંધકામ હાથ પર ધરવાનું નક્કી કર્યુ. જે વર્ષ ૧૯૯૯ માં પૂર્ણ થાતા શાળા એક પાળીમાં કરવામાં આવી
સંસ્થાને આજ પર્યત મળેલ દાન રૂપિયા ૫,૦૧,૧૦,૫૦૨/- પૈકી જે તે સમયે મહત્તમ દાન રૂપિયા ૬૩,૯૯,૨૭૫/-આપનાર યુનાઈટેડ ફૉસ્ફરસ લિમિટેડના સૂચન મુજબ શાળાનું નામ સંસ્કારદીપ વિદ્યાલયમાંથી શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય વર્ષ ૧૯૯૫માં બદલવામાં આવ્યું .