Plot No. 901/B, GIDC Estate, Ankleshwar. Dist. Bharuch - 02
vsanskardeep@gmail.com
02646 255435

Co-Curricular Activities

દર વર્ષે ધોરણ આઠના ૧૦૦ ટકા વિદ્યાર્થીઓ નજીકના ગામડામાં જઈ ગ્રામ્ય સંસ્કૃતિનો અને ગ્રામ્ય જીવનનો પ્રત્યક્ષ પરિચય મેળવે છે.ત્યાં રાત્રિ રોકાણ પણ કરે છે.બે દિવસ દરમ્યાન તેઓ ગામના વિવિધ પદાધિકારીઓ, વ્યવસાયકારો કે કારીગરોને મળે છે. પ્રશ્નોત્તરી દ્વારા માહિતી મેળવી સર્વે કરતા શીખે છે.ઉપરાંત ગામના  ખેતરોમાં જઈ ખેતી વિષે પણ જાણકારી મેળવે છે. આમ વિદ્યાર્થીઓ ત્યાના લોકોની  જીવનશૈલી વિષે જાણે છે. 

 પ્રથમ દિવસે સાંજે ગામના લોકો સમક્ષ સાંસ્ક્રુતિક કાર્યક્રમનું આયોજન કરે છે.   

 

 

 

વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ કેળવાય તેમજ પર્યાવરણના બદલાવ પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુસર ધોરણ 8 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ક્લબ ચલાવવામાં આવે છે. જેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાન શિક્ષકો સંભાળે છે. ઇકો ક્લબમાં દર વર્ષે પર્યાવરણ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે .પર્યાવરણ આધારિત નાટક , વૃક્ષારોપણ, પ્લાસ્ટિકની વસ્તુમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવી,પર્યાવરણ આધારિત રંગોળી, કવીઝ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ પર્યાવરણના  બદલાવ પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુસર શાળામાં ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓ માટે w.w.f. વલસાડ દ્વારા સૃષ્ટિ નેચર ક્લબચલાવવામાં આવે છે એટલે કે તેમા શાળા સફાઈ,પર્યાવરણ આધારિત રંગોળીપર્ણપોથીક્વીઝ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.આ ક્લબનું સંચાલન પર્યાવરણ પ્રેમી વિજ્ઞાન શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.

છેલ્લ ૧૫ વર્ષથી વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર આયોજિત સામાન્ય જ્ઞાન બુદ્ધિ કસોટી નિતમિત રીતે દર વર્ષે યોજાય છે જેમા આપણી શાળાના ધોરણ વિદ્યાર્થીઓ ૧૫ વર્ષથીઓ ઉત્સાહભેર  ભાગ લે છે અને ઉત્તમ પરિણામ મેળવે છે . 

All India Ramanujan Maths Club છેલ્લા ૧૩ વર્ષથી રાજકોટ સ્થિત All India Ramanujan Maths Club દ્વારા ધોરણ ૫ થી ધોરણ ૧૦  ની ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવે છે. શાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્સાહથી ભાગ લે છે અને સર્ટિફિકેટ મેળવે છે.આ સંસ્થા દ્વારા જે શાળામાંથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે અને સારું પરિણામ મેળવે તે શાળાને Best School નો એવોર્ડ પણ આપવા આવે છે.જેમા આપણી શાળાને 2014માં પ્રથમવાર આ એવોર્ડ મળ્યો હતો. રાજ્ય કક્ષાનો ગણિત મહોત્સવ માટે ૨૦૧૫ માં આપણી શાળાની પસંદગી કરાઈ હતી અને ખૂબ ભવ્ય રીતે આપણે આ ઉત્સવની ઉજવણી કરેલ હતી.વર્ષ 2019 સુધી આપણી શાળાએ Best School નો એવોર્ડ મેળવવાનું જાળવી રાખ્યું હતું.

અમારી શાળા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદ ના વિચારો ને વળેલી હોવાથી દર વર્ષે સ્વામી વિવેકાનંદ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે આ પરીક્ષામાં અમારી શાળાના બાળકો 10 વર્ષથી ભાગ લે છે.

ભારતીય સાંસ્કૃતિક જ્ઞાન પરીક્ષા- શાંતિ કુંજ હરિદ્વાર તરફથી યોજાય છે જેમા ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાય છે. પ

વાકચાતુરીની ખીલવણી

 દરેક તાસની શરૂઆતમાં વિદ્યાર્થીઓ મનગમતા વિષય પર બે મિનિટ બોલે તે માટે પ્રયત્ન કરાય જેમાં રોલ નંબર પ્રમાણે દરરોજ આઠ વિદ્યાર્થીઓ અઠવાડિયામાં આખા વર્ગના દરેક વિદ્યાર્થીઓને બોલવાની તક અપાય છે .

 

English Vocabulary Book

ધોરણ ૪ થી ૯ સુધી પ્રત્યેક વિષયમાં વધુ ઉપયોગમાં લેવાતા શબ્દો અંગ્રેજીમાં શીખે તે હેતુથી શાળા દ્વારા તૈયાર કરાયેલ  વોકેબ્ય્યુલરીની પુસ્તિકા માંથી બાળકો અંગ્રેજી ભાષાનો શબ્દ ભંડોળ વધારી ભાષા પ્રભુત્વ કેળવે છે.

 English efficiency exam

 અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવાય તે હેતુથી શ્રી સદાશિવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત  English Efficiency Exam દર વર્ષે આપણી શાળામાં યોજવામાં આવે છે. દર  વર્ષે આપણી શાળામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. આ પરીક્ષા દર વર્ષે ડિસેમ્બરમાં યોજાય છે.જેનુ સંચાલન અંગ્રેજી ભાષા શિક્ષકો દ્વારા થાય છે .

हिंदी 

हमारी पाठशाला संस्कारदीप विद्यालय में गुजरात विद्यापीठ द्वारा बालपोथी, पहली ,दूसरी, तीसरी की परीक्षा कक्षा 5,6,7,8,9 के विद्यार्थीओ द्वारा ली जाती  है। यह परीक्षा से बच्चों को राष्ट्रभाषा के प्रति लगाव और सम्मान हो ऐसी भावना रहती है। परीक्षा का  संचालन पाठशाला के हिंदी के अध्यापक द्वारा किया जाता है।

આપેલ વિષયમાં ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવી તેની સ્ક્રીપ્ટ તૈયાર કરવી ડાયલોગ બનાવવા અને અભિનય કલા નૃત્યકલા દ્વારા સુંદર રજૂઆત કરી વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં વિકસે છે. દરેક વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા આપેલ વિષય પર શિક્ષકના માર્ગદર્શનથી વર્ગમાં એક વખત વાલી સમક્ષ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત થાય છે.

રસ્તા પર ચાલતા વટેમાર્ગ તથા સાઇકલ સ્કૂટર કે અન્ય મોટા વાહનો ચલાવનારને ટ્રાફિકના નિયમોની યોગ્ય જાણકારી હોવી જરૂરી છે. શાળામાં બનાવેલ ટ્રાફિકસેન્સ અંગેની પુસ્તિકા દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપી મૂળમાં પાણી સિંચવાની પ્રક્રિયા થાય છે.

સુભશ્રી પિગમેન્ટના સૌજન્યથી શરૂ થયેલ એસ્ટ્રોનોમી સેન્ટરમાં વિદ્યાર્થીઓ આકાશદર્શનની મજા માણે છે.ઉપરાંત ટેલિસ્કોપ દ્વારા રાત્રે અગાશી પર જઈ લાઈવ આકાશ જોવાની મજા પણ માણે છે. આપણી શાળાના બાળકોની સાથે સાથે જી.આઇ.ડી.સી.વિસ્તારની વિવિધ શાળાઓ તેમજ આજુ બાજુના ગામની સરકારી શાળાઓના બાળકો પણ આ સેંટરની મુલાકાત લઈ ખગોળ વિજ્ઞાનના અગાધ જ્ઞાનસાગરમાં ડૂબકી મારવા પ્રયત્ન કરે છે.
સંસ્કારદીપ ટ્રસ્ટના સૌજન્યથી ધોરણ ચાર થી નવનાં વિદ્યાર્થીઓ માટે'બ્રહ્માંડ ગોષ્ઠી'નામની એક સુંદર પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં ખગોળની તમામ માહિતી આવરી લેવામાં આવી છે. ધોરણ પ્રમાણે અભ્યાસક્રમ બનાવેલ હોવાથી વિદ્યાર્થીઓ ખગોળ અંગેની માહિતી રસ પૂર્વક શીખે છે.  આપણી શાળાના ધોરણ ૪ થી ૯ ના તમામ બાળકોને આ પુસ્તિકા વિનામૂલ્યે આપવામાં આવેલ છે.