Plot No. 901/B, GIDC Estate, Ankleshwar. Dist. Bharuch - 02
vsanskardeep@gmail.com
02646 255435
Office Login
Alumni Portal
Menu
Home
About
History
Overview
Our Donors
Facilities
Members of Trust
Faculty Members
Academics
Projects of Trust
Examinations
Results
Beyond Academics
Co-Curricular Activities
Annual School Calendar
Achievements
School Achievements
Student Achievements
Resource Centre
Require Documents
Rules & Regulations
Gallery
Contact Us
Gallery
Home
Gallery
राष्ट्रीय आपदा मोचन बल (NDRF) की टीम द्वारा आज रोज दिनांक - 3/8/2026 को श्रीमती पी डी श्रॉफ संस्कार दीप विद्यालयमें कक्षा 4 से 10 वी कक्षा के विद्यार्थियों एवं विद्यालय की पंद्रह अध्यायिक के साथ आपदा प्रबंधन जागरूकता कार्यक्रम का आयोजन किया गया। उसमें उपयोग किए जाने वाले बचाव उपकरण (रस्सी, लाइफ जैकेट, स्ट्रेचर आदि) का प्रदर्शन किया गया।एवं बाढ़ मैं किस तरह बचाव किया जाता है उसके बारेमे जानकारी दी गई। इस कार्यक्रम का मुख्य उद्देश्य विद्यार्थियों में बचपन से ही आपदा के समय सतर्कता, आत्मरक्षा और दूसरों की सहायता करने की भावना विकसित करना है, जिससे वे भविष्य में स्वयं तथा समाज की सुरक्षा में सहायक बन सके। See less
YOGA DAY CELEBRATION AS ON 21/6/2026
આજે શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ AI તથા રોબોટિક્સ લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ લેબનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન અને ટેક્નોલોજી પ્રત્યેની રસિકતા વધારવાનો છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે acutaas કેમિકલ લિમિટેડના કંપની સેક્રેટરી શ્રીમતી આરતીબેને પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે આ પ્રકારની લેબ વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે સજ્જ બનાવશે અને દેશના ડિજિટલ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. લેબમાં આધુનિક સાધનો, AI આધારિત સોફ્ટવેર, અને રોબોટિક્સ કિટ્સ ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. આ સાથે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને ઇનોવેશન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રસંગે જણાવ્યું કે સંસ્થા હંમેશા નવીનતા અને ગુણવત્તાસભર શિક્ષણ માટે પ્રતિબદ્ધ રહી છે, અને આ લેબ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમમાં acutaas કંપનીના ડિરેક્ટર શ્રી વિરેન્દ્ર મિશ્રા તથા તેમની ટીમ, સંસ્કાર દીપ ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સૌએ આ નવી પહેલ માટે શુભેચ્છાઓ પાઠવી.
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન વિષયમાં આવતી ખેતી પદ્ધતિઓની જાણકારી આપી, વિદ્યાર્થીઓએ જાતે ખેતર તૈયાર કરી બીજની વાવણી કરી.
તારીખ 31/12/2025 ના રોજ શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ દીપ સંસ્કારદીપ વિદ્યાલયમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મહેમાન પદે શ્રી મહેશભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નિશિથ સિંહ રણા પધાર્યા હતા. કહેવાય છે કે સફળતા એક દિવસમાં મળતી નથી પણ સતત મહેનત કરનાર વ્યક્તિને એક દિવસ સફળતા ચોક્કસ મળે છે .એ જ રીતે વિદ્યાર્થીઓએ પણ સતત પ્રયત્નશીલ રહીને ઉચ્ચ સફળતા મેળવી સિદ્ધિને પાત્ર બન્યા છે. ધોરણ 10 માં 90 ટકાથી ઉપર લાવનાર વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 1 થી 9 ના પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારને ઈનામ વિતરણમાંબિરદાવવામાઆવ્યા હતા તેમજ ધોરણ 10માં વિષયવાર સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા હોય તેમજ બીજા વિવિધ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ 10 માં પોતાના વિષયમાં સો ટકા પરિણામ આવ્યું હોય તેવા શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહ પૂર્વક યોજાયો અને સારી રીતે પૂર્ણ થયો.
Sports day Celebration 2025-26
સંસ્કારદીપ વિદ્યાલયમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન કરવામાં આવ્યું, જેમાં જી.આઈ.ડી.સી. અંકલેશ્વરની કુલ 21 શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ 21 શાળાઓમાંથી કુલ 58 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ તેમના સર્જનાત્મક મોડેલનું સફળ પ્રદર્શન કર્યું.
(2025-26) હિન્દુ ધર્મના તહેવારોમાં દરેક તહેવારોનો ધાર્મિક મહત્વ છે. આજે શારદીય નવરાત્રિનો પ્રથમ દિવસ, છેલ્લા 8 વર્ષથી અમારી શાળા સંસ્કાર દીપ વિદ્યાલયમાં બાળકો દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિ સ્વરૂપ પોતાની માતાનું પૂજન કરવામાં આવે છે. આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના પ્રાદેશિક અધિકારી ડો. જિજ્ઞાસાબેન ઓઝાની ઉપસ્થિતિમાં માતૃ પૂજન કાર્યક્રમ સરસ રીતે પૂર્ણ થયો
(2025-26) ગુજરાત અને ગુજરાતના ગરબા આખા વિશ્વમા એક અનોખું સ્થાન ધરાવે છે. આજે પાંચમુ નોરતું.... આજરોજ સંસ્કારદીપ વિદ્યાલયમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેમાં પ્રથમ અંબેમાની આરતી કરી અને શક્તિ,બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, નિશ્ચિતતા, સમૃદ્ધિ અર્પે એવી સૌ એ કામના કરી ત્યારબાદ સૌ વિદ્યાર્થી શિક્ષકો તાલબધ્ધ ગરબે ઘૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરી.
(2025-26) તારીખ 11 જુલાઈ 2025ના રોજ સંસ્કારદીપ વિદ્યાલય ને 34 વર્ષ પૂર્ણ થઈ 35 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે અનુસંધાનમાં શાળા પરિસરમાંઆઉટડોર જિમ્નેશિયમ આકાર પામવાનું હોવાથી તે અર્થે ભૂમિ પૂજન,એસ્ટ્રોનોમિક ગેલેરી તથા સ્માર્ટ બોર્ડ જેવા પ્રકલ્પો નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
(2025-26) દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. યોગ એક એવી ક્રિયા છે જે મનુષ્યને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેના અનુસંધાને સંસ્કારદીપ વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
(2025-26 )અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં આવેલ શ્રીમતી પી. ડી. સંસ્કારદીપ વિદ્યાલયમાં આજ રોજ સ્વાતંત્ર્યપર્વની ઉજવણી કરવામાં આવી હતી ધોરણ- 10 માં દ્વિતીય ક્રમાંક મેળવનાર નિષ્ઠા જોષીના વાલી રાજેશકુમાર જોષીના વરદ હસ્તે ધ્વજા રોહણ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, ધ્વજવંદન, પ્રાસંગિક વક્તવ્ય અને દેશભક્તિ ગીતથી રજૂ કરી કાર્યક્રમને શોભાન્વિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુખ્ય મહેમાનશ્રી તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના માનદ્દમંત્રી હિતેનસર દ્વારા પ્રસંગને અનુરૂપ આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
(2025-26) રક્ષાબંધનનો આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. દુનિયાના દરેક ખૂણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે.ત્યાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક મહત્વની સાથે, આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે.આજ રોજ સંસ્કારદીપ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગ થી લઈને ધોરણ 10 સુધી રક્ષાબંધન ના તહેવારની ઉજવણી કરી આ તહેવારના મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી.
રક્ષાબંધનનો આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. દુનિયાના દરેક ખૂણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે.ત્યાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક મહત્વની સાથે, આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે.આજ રોજ સંસ્કારદીપ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગ થી લઈને ધોરણ 10 સુધી રક્ષાબંધન ના તહેવારની ઉજવણી કરી આ તહેવારના મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી.
A "Sneh Milan" program was organized for the principals of Ankleshwar, Jhagdiya, Valia, and Hansot talukas, which took place today, February 15, 2025.
કહેવત છે કે માનવી જો મથતો રહે તો રહે તો દરેક અઘરું કાર્ય સરળ કરી ને સફળ થઈ શકે છે એનું જીવંત ઉદાહરણ હતા. શ્રી ડી. એ આણંદપુરા સાહેબ... સંસ્કારદીપ વિદ્યાલયમાં આણંદપુરા સાહેબની જન્મ જયંતી એટલે સ્મૃતિ પર્વ આજ રોજ 21માં સ્મૃતિ પર્વની ઉજવણી ખૂબ સારી રીતે પૂર્ણ થઈ .વિવિધ સ્પર્ધાઓમાં વાલી મિત્રોએ રસ પૂર્વક ભાગ લીધો અને ખૂબ જ આનંદ માણ્યો .
તારીખ 19મી જાન્યુઆરી 2025 ને રવિવારના રોજ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રીમતી પી. ડી .શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય ની મુલાકાત લીધી શાળા તથા શાળામાં ચાલતા વિવિધ પ્રકલ્પો જોઈને.એમને ખૂબ આનંદ થયો. રૂપાણી સાહેબના શબ્દોમાં કહીએ તો, "અભ્યાસક્રમની ચિંતા નહીં પરંતુ બાળકમાં રહેલ તમામ શક્તિ બહાર કાઢવાનું કાર્ય કરે છે એ જ સાચું શિક્ષણ.."
IPR EXIBITION THE FOURTH STATE OF PLASMA EXHIBITION
INAUGURATION OF WASTE COMPOST PLANT
INAUGURATION OF SOLAR PLANT
માતૃપૂજનના ભવ્ય અવસર સાથે શાળામાં ટ્રસ્ટ દ્વારા ચલાવાતા બે પ્રકલ્પોનું શ્રી કૌશિકભાઈ વેકરીયા (ધારાસભ્ય શ્રી )ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું
*Inauguration of Basketball court We are happy to inform you that one more facility BASKETBALL COURT made with support of K Patel Chemopharma Pvt Ltd. is ready for school children.
શાળા માટે ગર્વથી કહી શકાય, બાળકોના talentsને વખાણી શકાય અને શિક્ષકોના જૂથ કામને અભિમાનથી આવકારી શકાય તેવો શાળાનો’ ત્રિંશતમ મહોત્સવ ‘ એટલે ‘વિશ્વ માનવ મહાત્મા’ આવો વાગોળીએ તેની અલગ અલગ કૃતિઓને……
Previous
Next
Fullscreen
Pause