Plot No. 901/B, GIDC Estate, Ankleshwar. Dist. Bharuch - 02
vsanskardeep@gmail.com
02646 255435

Projects of Trust

માતા દ્વારા સહિયારા પ્રયાસ રૂપે થાય ત્યારે બાળ ઘડતર વધુ ઓજસ્વી બને આમ છતા આજે ભૌતિક સુવિધા વધવા સાથે સમાજમાં બાળકોને ખૂબ નાની વયે નર્સરીમાં મોકલી માતાના ખોળાથી દૂર કરી દેવામાં આવે છે.. આથી બાળક માતા દ્વારા મળતી વાત્સલ્યની મૂડીથી વંચિત રહી જાય છે. આ બાબત ધ્યાનમાં રાખી જનની ચિંતન સભામાં એક અનોખા પ્રયાસનું સોપાન ઉમેરાયું. જ્યારે બાળક પણ ત્રણ વર્ષનું થાય એટલે માતા-પિતા બાળકના શિક્ષણ માટે આયોજન કરે તે માટે સંસ્કારદીપ શાળાના ટ્ર્સ્ટના સહયોગથી જનનીના બાળ રાજાઓ માટે “જનની બાલવાટિકા” ના નવતર પ્રયોગનો શુભારંભ થયો.

આ જનની બાલવાટિકામાં માતા બાળક સાથે આવી બાળ શિક્ષણની તમામ પ્રવૃતિઓમાં સહભાગી થાય છે. એટલે બાળકને માતાની મમતા તો મળે જ સાથે શિક્ષણનું પ્રથમ સોપાન પણ માતાની ગોદમાં હૂંફાળા વાતાવરણમાં મળી રહે છે

આ જનની બાલ વાટિકાનો શુભ આરંભ પણ ખૂબ જ અદભૂત પવિત્ર એવા કૃષ્ણ જન્મ દિને એટલે કે જનમાષ્ટમીના પાવન પર્વે થયો જેમા સુરતના મ્યુનિસિપલ કમિશનર કુમારી એસ. અપર્ણા બહેને સંચાલકોને શુભેચ્છા પાઠવી અને મુંબઈથી ખાસ પધારેલા રંગભૂમિના કલાકાર અમીબેન ત્રિવેદીએ દિપ પ્રજ્જ્વલીત કરી બાલવાટિકાનું ઉદ્ઘઘાટન કર્યુ . અતિથિ વિશેષ તરીકે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એશોસિએશનના પ્રમુખશ્રી ચંદુભાઈ કોઠિયાએ આશીર્વચનો આપ્યા અને ખૂબ જ ભવ્ય રીતે જનની બાલવાટિકાનો શુભારંભ થયો .

 

વિદ્યાર્થીઓ  ખગોણ વિજ્ઞાન મા રસ લેતા થાય તે હેતુથી તા.૨૦/૦૧/૨૦૧૮  ના રોજ સુભશ્રી પીગમેન્ટ એસ્ટ્રોનોમી એજ્યુકેશન સેંટરનુ ઉદઘાટન નહેરુ પ્લેનેટોરિયમ મુંબઈ ના ડાયરેક્ટર  શ્રી અરવિન્દ પરાંજપે તથા દાતા શ્રી  શ્રીવત્સન અને તેમનાં પરિવારજનોના હસ્તે થયું.

સંસ્કારદીપ શાળા તથા જી.આઈ.ડી.સી. અંકલેશ્વર અંતર્ગત આવેલી ઘણી શાળાઓના ધોરણ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓએ  પ્લેનેટોરિયમ  ની મુલાકાત લઈ આકાશમાં બનતી રોમાંચક ખગોળીય ઘટનાઓ વિશે રસપ્રદ જાણકારી મેળવી.

આજે જગત જ્યારે પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે તેને જાગૃત નાગરિકતાની તાતી જરૂર  છે તે હેતુથી બાળકને ગર્ભથી જ સંસ્કાર આપવામાં આવે તો સમાજને ઉત્તમ નાગરિક મળે માટે સંસ્કારદીપ શાળામાં વાત્સલ્ય ગર્ભ  સંશોધન કેન્દ્ર ગર્ભવતી બહેનોને ધ્યાન, યોગા, હળવી કસરત, ગર્ભસંવાદ ઉપરાંત વિવિધ કલાને લગતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

તેઓ સંગીત સાંભળીને મનને આનંદિત કરે છે. અને એ સાથે સાથે ગર્ભશિશુને સંસ્કાર આપવામાં આવે છે .

જીવન કૌશલ્ય કેન્દ્રનું મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે જીવન ઉપયોગી કામગીરી, કૌશલ્યો કે ભાષાપ્રભુત્વ કેળવી  આત્મવિશ્વાસથી ભરપુર પ્રભાવશાળી વ્યક્તિત્વ વિકસાવીને પોતાના પરિવાર, સમાજ, રાષ્ટ્ર, અમને વિશ્વ પ્ર્ત્યેની પોતાની જવાબદારી અંગેની સમજણ કેળવે તે છે .

જીવન કૌશ્લ્ય કેન્દ્રમાં બાગકામની પ્રવૃતિ , ગાણિતિક કૌશલ્યોની ખીલવણી, લાઈફ સ્કીલ,નાગરિકધર્મની ભાવના કેળવવી તથા ભાષા પર પ્રભુત્વ મેળવવા અંગેની તાલીમ વિદ્યાર્થીઓને અપાય છે .

જી.આઈ.ડી.સી વસાહતના દરેક ઘરમાં આદર્શ બાળકનું નિર્માણ થાય એ હેતુથી માતાઓને પ્રેરણા આપવા માટે વસાહતમાં આવેલી દરેક શાળાઓને સાંકળી લઈ છેલા ૧૫ વર્ષથી જનની ચિંતનસભા નામના કાર્યક્રમની શરૂઆત કરેલ છે.

તજજ્ઞો દ્વારા બાળઉછેરમાં માતાઓને વિવિધ વિષયો પર જ્ઞાનસભર માહિતી મળે તેવો આ કાર્યક્રમનો પ્રયાસ છે. અત્યાર સુધીમાં ૧૯૦૦  બહેનો  આ કાર્યક્રમમાં સભ્ય બની છે તથા ૫૦૦૦ થી વધુ બહેનોને તાલીમ અપાઈ છે.

કેળવણીના નવતર પ્રયોગો થકી વિદ્યાર્થીઓની તેજસ્વિતા વધારી  દેશમાટે  ઉત્તમ માનવ ધન તૈયાર કરતી શાળા એટલે સંસ્કારદીપ શાળા. નવતર પ્રયોગોના ભાગરૂપે આ વર્ષે  વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખિલવવાના ઉદ્દેશથી શાળાની સુવિધામાં એક નવું છોગુ ઉમેરાયુ છે .શાળાના પ્રાંગણમાં આવેલી નાની જગ્યાનો સદુપયોગ કરી   આધુનિક મોડેલો મૂકી અદ્યતન  સાયન્સ  પાર્ક તૈયાર થયો અને  વર્ષોનુ  સૌનું  સ્વપ્ન પૂર્ણ થયુ.                     

તા. ૨૮/૦૨/૨૦૨૦ના રોજ ખૂબ ભવ્ય રીતે મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાના વરદ હસ્તે આ સાયંસ પાર્કનો શુભારંભ થયો...

     શાળામાં અત્યાધુનિક સ્ટેમ લેબ છે.જેમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એંજિયરીંગ અને ગણિત એ ચાર વિષય આધારિત પ્રયોગશાળા છે. અહી વિદ્યાર્થીઓ પોતાની બુધ્ધિ અને કૌશલ્યોનો વિકાસ કરી સંશોધનવૃત્તિ કેળવે છે. 21મી સદીમાં વિદ્યાર્થીઓ મોટી હરણફાળ ભરી ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરી  સફળ થાય તે હેતુથી આ લેબનું નિર્માણ કરવામાં આવેલ છે. 

આ કેન્દ્રમાં વસાહતની મહિલાઓ પોતાનામાં રહેલ આવડત અને કૌશલ્યોને બહાર લાવી પ્રતિભા ખીલવી  આત્મનિર્ભર બનવા માટેનો આત્મવિશ્વાસ કેળવે છે.અને સ્માર્ટ બિઝનેસ વુમન બની પગભર બનવા પ્રયાસ કરે છે. 

પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સૌજન્યથી ડૉ. સાજીદ ડાય મનસા ચાઈલ્ડ   ડેવલપમેન્ટ એન્ડ કાઉન્સિલિંગ સેન્ટર તથા સંસ્કારદીપ ટ્રસ્ટ દ્વારા આ સેન્ટરમાં આવી બાળકો કે માતા-પિતા પોતાની સમસ્યા કે મૂંઝવણના ઉકેલ મેળવે છે.

 

જી.આઇ.ડી.સી વસાહતમાં ઘરમાંથી નીકળતો કિચન વેસ્ટ ગમે ત્યાં નાખવામાં ન આવે અને પ્રદૂષણ ન ફેલાય તે આશયથી સિદ્ધાર્થ ઈન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ શાળાને 9 જુલાઈ 2024 ના રોજ અર્પણ કરવામાં આવ્યો.જેનું ઉદઘાટન સિદ્ધાર્થ ઈન્ટર કેમ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર ચંદુભાઈ કોલડિયા દ્વારા કરવામાં આવ્યું. બાળકોને કિચન વેસ્ટ માંથી ખાતર કેવી રીતે બનાવવાનું તે શીખવવામાં આવે છે અને બાળકો ઘરેથી કિચન વેસ્ટ શાળામાં લઈ આવે છે અને બાળકોને સામે કમ્પોસ્ટ ખાતર આપવામાં આવે છે અને એ ખાતર બાળકો ઘરના ફૂલછોડના કૂંડામાં ઉપયોગ કરે છે અને બીજા ખાતર ને શાળાના બગીચામાં ઉપયોગ કરવામાં આવે છે. 

કે.પટેલ .ગ્રુપ ઓફ કંપની દ્વારા 40 કેવી સોલાર ઇલેક્ટ્રિસિટી પાવર પ્લાન્ટ શાળાને આપવામાં આવ્યો. જેનું ઉદઘાટન જુલાઈ 2024 ના રોજ કે પટેલ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જીતુભાઈ પટેલ અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું.