સંસ્કારદીપ શાળા સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલિત સંસ્કારદીપ શાળા યુગ પુરુષ મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદના આદર્શો તથા જીવન મૂલ્યોને ઊગતી પેઢીમાં રોપીને તેમના જીવનનું સાચું ઘડતર કરે છે.તેમજ ઉત્તમ શિક્ષકો દ્વારા વિષયોના જ્ઞાનને નવી શૈક્ષણિક પદ્ધતિ દ્વારા શીખવીને વિદ્યાર્થીઓની તેજ્સ્વીતા વધે તેવા પ્રયત્નો થઇ રહેલ છે. હાલ શાળામાં પૂર્વ પ્રાથમિકથી ધો. ૧૦ સુધી ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાનું રમણીય વાતાવરણ બાળકોને પ્રકૃતિની નજીક લઇ જાય છે. તેમજ વિદ્યાલયના સુંદર મકાન અને સ્વચ્છ હવા-ઉજાસવાળા વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ મુક્ત મને અભ્યાસ કરે છે.
શાળાનો ધ્યેયમંત્ર ‘તેજસ્વીના વધીતમસ્તુ’
શાળા સતત વિકાસ તથા તેજસ્વીતા તરફ આગળ વધે તેવા અભિગમ સાથે ‘તેજસ્વીના વધીતમસ્તુ’ ધ્યેયમંત્ર સ્વીકારેલ છે. અમારું અધ્યયન તેજસ્વી બનો અર્થાત અમે ગુરુ અને શિષ્ય બન્ને ઉત્તમ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી તેજ્સ્વી બનીએ. ગુરુની તેજસ્વીતા શિષ્યને તેજસ્વીતા તરફ લઇ જાય એ રીતે બન્ને સાથે મળીને પુરુષાર્થ કરે ઉદ્યમી બને અને અનંત જ્ઞાનની પ્રાપ્તિ પાછળ મંડ્યા રહે. બંનેમાં શીલસદાચાર,સંસ્કાર,નમ્રતા,યોગ્યતા સત્ય,વિનય,નિષ્ઠા,બુદ્ધિચાતુર્ય જેવા ગુણો વિકસતા રહે..